પોરબંદર
સરકારની આ યોજના હેઠળ ઘઉં, ચોખા, તેલ અને કઠોળનો લાભ આપવામાં આવી રહ્યો છે. આવા કાર્ડ ધારકોને મામલતદાર કચેરીએ નોંધણી કરાવેલ હોવા છતાં પણ સંતોષકારક જવાબ મળતો નથી અને છેલ્લા ૪ માસથી આ ગરીબ પરિવારોને મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. ઉપરાંત શહેરી વિસ્તારમાં રેશનકાર્ડની ખરાઇની કામગીરી ત્વરીત કરી જે લોકોને લાભ નથી મળી રહ્યો તેમને અનાજનું વિતરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છેપોરબંદર જીલ્લામાં સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અનાજનો લાભ આપવામાં આવી રહ્યો છે પરંતુ છેલ્લા ૪ માસથી બીપીએલ રાશન ધારકોને અનાજનો લાભ મળ્યો નથી. આ અંગે સીનીયર સીટીઝન અને સામાજીક કાર્યકર પુંજાભાઇ કેશવાલા દ્વારા જીલ્લા કલેકટરને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે. કોરોનાની મહામારીના સમયમાં અનેક લોકોના રોજગાર છીનવાયા હતા અને લોકોને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું હતું. જેને લીધે સરકાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને અનાજનો લાભ આપવામાં આવ્યો છે.