બોટાદના કુંડલી ગામ પાસે આવેલ રેલવે ફાટક નજીક ગઈકાલે રાત્રીના ટ્રેન નીચે પડતું મુકી પિતા-પુત્રએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામના હરસુખ પ્રભુભાઈ સાંકળીયા તેના પુત્ર કુલદીપ સાથે કુંડલી ગામ પાસે આવેલ રેલવે ફાટક નજીક બોટાદથી સુરેન્દ્રનગર તરફ જતી ટ્રેન નીચે પડતું મુકી પિતા-પુત્રએ આપઘાત કર્યો હતો.

બોટાદથી સુરેન્દ્રનગર તરફ જતી ટ્રેન નીચે આવી આપઘાત કર્યું
બનવા બનતા લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ અને રેલવેના આધિકારીઓ પણ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા અને આગળની તપાસ હાથ ધરી હતી. પિતાએ તેના માસુમ પુત્ર સાથે ક્યા કારણોસર ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યું જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પિતા-પુત્રના આપઘાતને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.