Gujarat

લાઈટ હાઉસ પાસે તણાઈ આવેલા મૃતદેહને PM અર્થે ખસેડાયો

દ્વારકાના લાઈટ હાઉસ નજીકના દરિયાકાંઠે એક અજાણ્યા યુવકનો મૃતદેહ તણાઈ આવ્યો હતો.જેનો પોલીસે કબજો સંભાળી પીએમ અર્થે ખસેડી તેની ઓળખ મેળવવા માટે કવાયત હાથ ધરી છે. દ્વારકાના લાઈટ હાઉસથી ગોમતી નદી વચ્ચેના દરિયાકાંઠેથી બુધવારે સવારે અજાણ્યા યુવાનનો તણાઈ આવેલો મૃતદેહ મળી આવ્યો હતો.

જે અંગેની જાણ દ્વારકા પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. દ્વારકા ફાયર વિભાગની ટીમે સ્થાનીય બોટની મદદથી મૃતદેહને કિનારે લાવવામાં આવ્યો હતો જ્યાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપ્યો હતો. મૃતકની ઓળખ મેળવવા પોલીસ વિભાગે તપાસ હાથ ધરી છે.