રાજકોટ રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલના સહયોગે વિસાવદર આર્યસમાજ ખાતે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો
વિસાવદરમાં આર્ય સમાજ ખાતે દર મહિનાના છેલ્લા શુક્રવારે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દર મહિને કેમ્પમાં સ્થાનિક તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં દર્દીઓ લાભ લે છે.
તા.૨૯-૩-૨૦૨૪ ના રોજ એન.આર.આઈ. હિતેશભાઈ ગાઠાણી, ડૉ.સુદામા તેમજ આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. બાદ ઉપસ્થિત તમામનું જીતુપરી ભોલેનાથ એ શાબ્દિક સ્વાગત કરેલ.
નિષ્ણાંત ડોક્ટર દ્વારા કુલ ૨૨૫ દર્દીઓના આંખની તપાસ કરવામાં આવી. તેમાંથી ૮૪ દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલની સ્પેશિયલ બસમાં રવાના કરવામાં આવેલ. આંખના દર્દીઓને વિનામૂલ્યે ભોજન, ચશ્મા, નેત્રમણી અને દવા આપવામાં આવશે.
કેમ્પને સફળ બનાવવા માટે છગનભાઈ માળવીયા, રમેશભાઈ માંગરોળીયા,પી.ટી.વૈષ્ણવ, હંસરાજભાઈ રામાણી, હાર્દિકભાઈ વિઠલાણી, જેરામભાઈ સંઘાણી, વેલજીભાઈ ભુવા, સમજુભાઈ વેકરીયા એ સારી એવી જહેમત ઉઠાવેલ. વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી તથા બી.આર.ભાયાણી એ કેમ્પની વ્યવસ્થા જોઈ રાજીપો વ્યક્ત કર્યો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આર્ય સમાજના પ્રમુખ સુધીરભાઈ ચૌહાણ એ કરેલ. અંતમાં કંચનબેન રીબડીયાએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરેલ.
રિપોર્ટ સી. વી. જોશી. વિસાવદર




