શ્રી વાઘણીયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૮નો વિદાય સમારંભ યોજાયો હતો. બહેનો દ્વારા નાનો એવો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. વિદાય પ્રસંગે ધોરણ આઠના બાળકો દ્વારા અહીં વિતાવેલા આઠ વર્ષ દરમિયાનની જૂની યાદો પોતાના પ્રતિભાવ આપીને તાજી કરી હતી. શાળાના બાળકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે શાળાને યાદગીરી રૂપે બે ખુરશીઓ ભેટ આપી હતી. શિક્ષકોએ પણ વિદાય લઈ રહેલા બાળકોને ફાઈલ ,બોલપેન તેમજ દરેક બાળકને ગ્રુપ ફોટો યાદગીરીરૂપે આપ્યા હતા .બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સરપંચ તથા શાળાના આચાર્ય અને શિક્ષક ગણ દ્વારા પૂરું પાડવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ભરતભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું .સમાપન વિધિ શાળાના આચાર્ય કોટડિયા વિપુલભાઈ દ્વારા કરવામાં આવી હતી.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2024/04/IMG-20240402-WA0036-1080x642.jpg)