ધોરાજીના માતાવાડીમાં ઊભરાતી ગટરની સમસ્યા મુદે રહીશો આકરા પાણીએ આવી ગયા છે. આ અંગેની અનેકાનેક રજૂઆતો કચરાટોપલીમાં ફેંકી દેવાતાં લોકોની ધીરજ ખૂટી છે અને ચૂંટણી સમયે દેખા દેતાં નેતાલોગને સબક શીખવવા અને જવાબદારીનું ભાન કરાવવા હવે અહીં મત માગવા આવશો નહીં તેવા બેનર લગાડીને આક્રોશ ઠાલવાયો છે.
આ મામલે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે માતાવાડી વિસ્તારમાં ઊભરાતી ગટરની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. તંત્ર વાહકોને કેટલીયે રજૂઆત કરવા છતાં નક્કર કામગીરી કરાઇ નથી.

