Gujarat

ખંભાળિયામાં શિક્ષકો માટે મતદાન જાગૃતિ સંકલ્પ-સિગ્નેચર કમ્પેઈન

લોકશાહીનું પર્વ હોઈ તેમાં તમામ નાગરિકો મતદાન કરે અને પોતાની નૈતિક ફરજ બજાવે એ માટે જાગૃતિ લાવવા માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો થતા હોઈ છે.એવોજ પ્રયાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન ખંભાળિયા ખાતે જિલ્લાનાતમામ બીઆરસી, સીઆરસી અને કલસ્ટર દીઠ એક આચાર્યની તાલીમ અન્વયે sveep activity અંતર્ગત signature campaign નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દેવભૂમિ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના અધિકારીઓ, ખંભાળિયા બીઆરસી પી એસ રાણાભાઇ,દ્વારકા બીઆરસી ટીનાબેન ત્રિવેદી, ભાણવડ બીઆરસી નિલેશભાઈ ગાગલીયા, ખંભાળિયા તાલુકા સંઘના મહામંત્રી હિતેષભાઇ કરમુર તથા કુલ 100 થી વધારે સીઆરસી તથા આચાર્યો હાજર રહીને ક્લસ્ટરની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં વાલીઓ દ્વારા બિનચૂક મતદાન કરવા પ્રેરવા સંકલ્પ લેવડાવવામાં આવેલ હતા.