Gujarat

દ્વારકા જિલ્લામાં ચૂંટણી અંતર્ગત 1,410 બેલેટ યુનિટ, 918 કંટ્રોલ યુનિટ અને 951 વી.વી.પેટનો થશે ઉપયોગ

દ્વારકા જિલ્લામાં ચૂંટણી અંતર્ગત 1,410 બેલેટ યુનિટ, 918 કંટ્રોલ યુનિટ અને 951 વી.વી.પેટનો ઉપયોગ કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લ્યે તેવા ઉદેશ્યથી ચૂંટણી પંચ દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

દેશમાં ચૂંટણીનો ઇતિહાસ રસપ્રદ રહ્યો છે. દેશમાં સૌ પ્રથમ લોકસભા સામાન્ય ચૂંટણી વર્ષ 1951-52 માં યોજાઇ હતી. ત્યારે મતપેટી તેમજ બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવતો હતો. સમયાંતરે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. સમયની સાથે ચૂંટણી પ્રક્રિયા પારદર્શી બને તેવા ઉદેશ્યથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.

આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં ચાર કરોડથી વધુ મતદારો છે, જેમાં 11 લાખથી વધુ નવા મતદારો પ્રથમ વખત ઈ.વી.એમ.નો અનુભવ મેળવશે અને ગુજરાતમાં 29,000થી વધુ પોલિંગ સ્ટેશનમાં 87 હજારથી વધુ બેલેટ યુનિટ અને 71 હજારથી વધુ કંટ્રોલ યુનિટથી મતદાન કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 1,410 બેલેટ યુનિટ, 918 કંટ્રોલ યુનિટ અને 951 વી.વી. પેટનો ઉપયોગ થશે. જેમાંથી 32 બેલેટ યુનિટ, 32 કંટ્રોલ યુનિટ અને 32 વી.વી. પેટ તાલીમ અને નિદર્શન માટે ફાળવવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિના કન્વીનર તરીકે જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂંક કરાઇ…

ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા. 16 માર્ચના રોજ કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાતથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થયેલો છે. ભારતના ચૂંટણી પંચ તરફથી Standard Operating Procedure (SOP) For Seizure and Release of Cash and Other Items નિયત કરવામાં આવી છે.

જેની વિગતે સીઝર કરવામાં આવતા રોકડ/મુદામાલને મુક્ત કરવા સબંધે જાહેર જનતા તેમજ સાચી વ્યક્તિઓને અસુવિધા ન થાય તેના માટે અને તેમની જો કોઈ ફરિયાદ હોય તો તેના નિવારણ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિના કન્વીનર તરીકે નોડલ ઓફીસર ફોર એક્ષ્પેન્ડીચર મોનિટરીંગ અને જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.