Gujarat

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

 લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે નિમવામાં આવેલા નોડલ અધિકારીઓની બેઠક
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ નોડલ અધિકારીઓને પરસ્પર સંકલનમાં રહીને આ ચૂંટણી મૂકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તથા સોંપવામાં આવેલી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા જણાવ્યું હતુ.
આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ કમિટીના નોડલ અધિકારીઓએ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે તેમના દ્વારા કરેલ કામગીરી તથા કરવાની થતી કામગીરી વિશે પ્રેઝન્ટેશન રજૂ કરીને જાણકારી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર, નિવાસી અધિક કલેકટર શૈલેષ ગોકલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી, પ્રાંત અધિકારી વિમલ બારોટ સહિત વિવિધ કમિટીના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.