ધ્રોલમાં જામનગર રાજકોટ હાઇવે રોડ પર લાંબા સમય બાદ ફરી તસ્કર સક્રિય થયા હોય તેવુ ચિત્ર ઉપસી રહયુ છે જેમાં એક રેસ્ટોરન્ટને નિશાન બનાવી ખાનામાંથી અમુક પરચુરણ રકમ ચોરી કરી લઇ ગયાનુ સામે આવ્યુ છે.
ચોરીની આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. તેમાં બુકાનીધારી શખસ ઉઠાંતરી કરતો નજરે પડે છે. સદનશીબે હોટલ માલિકે કાઉન્ટરમાં વધુ રુપીયા ન રાખતા મોટી ચોરી થતા અટકી હતી.
બનાવની સૂત્રો માંથી જાણવા મળતી વિગતો અનુસાર ધ્રોલમાં લાંબા સમય બાદ સક્રિય થયાનો બનાવ સામે આવ્યો છે જેમાં ગત તા. 3ના રાત્રે ધ્રોલનાં જામનગર રાજકોટ હાઇવે રોડ પર આવેલા આશીર્વાદ રેસ્ટોરન્ટમાં પાછળના ભાગેથી કોઇ શખસ અંદર પ્રવેશ્યો હતો.જે બાદ આ રેસ્ટોરન્ટના ટેબલના ખાનાનો લોક તોડી ખાનામાંથી અઢી-ત્રણ હજાર જેટલી રકમ ચોરી કરી લઇ ગયાનુ જાણવા મળ્યુ છે.
તદુપરાંત અન્ય એક મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કરાયો હોવાનું ચર્ચાય રહયું છે. તસ્કર મોટા તાવીથા જેવું હથીયાર લઇ અંદર ધુસ્યો હતો અને ટેબલના ખાનાનો લોક તોડી તેમાંથી ચોરી કરતો સીસીટીવીમાં આબાદ કેદ થયાનુ સામે આવ્યુ છે.
જયારે તસ્કરે માથે ટોપી અને મોઢે કપડું બાંધી ચોરી કરવા આવ્યો હોવાનું સીસીટીવીમાં નજરે પડે છે. આ અંગે રેસ્ટોરન્ટના માલિકે આ બાબતે ધ્રોલ પોલીસને જાણ કરતાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

