રવિવારે સવારે આઠ વાગ્યાથી મહાધુન પ્રારંભ કરવામાં આવી હતી તેમજ પૂર્ણાહુતિ રવિવારે રાત્રે 8 કલાકે કરવામાં આવી હતી. નવદુર્ગા આનંદ ગરબા મંડળ સરદારપોળ દ્વારા આનંદ ગરબા મહાધૂન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.આ ધાર્મિક કાર્યક્રમમાં કઠલાલ નગર તેમજ તાલુકા અને ખેડા જિલ્લામાંથી અલગ અલગ આનંદ ગરબા મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને 12 કલાકની આનંદ ગરબા મહાધૂન અને માં સહભાગી થઈ માતાજીના આનંદ ગરબાની રમઝટ બોલાવી હતી.આનંદ ગરબા મહાધુન અનુષ્ઠાન માં ખૂબ જ મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

