સનાતન હિન્દુ ધર્મના રીત રિવાજો અને પરંપરા આજના યુગમાં પણ ગરાસિયા સમાજે જીવિત રાખી છે
યાત્રાધામ અંબાજી નજીક પવિત્ર સરસ્વતી નદીના ઉદગમ સ્થાન કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આદિવાસી સમાજ નો અસ્થિ વિસર્જનનો અનોખો નવ હાતી નો મેળો યોજાયો જેમાં સ્વજનો ની અસ્થિને વિસર્જન કરી તેમની આત્માને મોક્ષ મળે તે માટેની વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે

આદિવાસી સમાજના લોકો સનાતન હિન્દુ ધર્મના રીત રિવાજો મુજબ રાજસ્થાન અને ગુજરાત સહિતના હજારો આદિવાસી સમાજના લોકો કોટેશ્વર ખાતે ઉમટી તેમની પરંપરાગત મુજબ સામુહિક અસ્થિ વિસર્જન ની વિધિ કરે છે. પવિત્ર સરસ્વતી નદીના નિર્મળ જળમાં વહેલી સવારથી જ અસ્તી વિસર્જન કરે છે ત્યાર બાદ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી તેમની પરંપરા નિભાવે છે આજના યુગમાં પણ આદિવાસી સમાજના લોકોએ તેમની રીત રિવાજો અને પરંપરાઓ જીવિત રાખી છે

