Sports

પર્પલ કેપની રેસમાં યુઝવેન્દ્ર ચહલ આગળ નીકળ્યો

આઈપીએલ ૨૦૨૪ની ૧૯ મેચ બાદ પર્પલ કેપ અને ઓરેન્જ કેપ ખુબ રોમાંચક જાેવા મળી રહી છે. ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી આગળ નીક્ળ્યો છે. તો પર્પલ કેપની રેસમાં પણ ટકકર જાેવા મળી રહી છે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું વચ્ચે રમાયેલી મેચ બાદ સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પર્પલ કેપ પર કબ્જાે કર્યો છે.

રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આ સીઝનમાં પર્પલ કેપની રેસમાં સૌથી આગળ નીકળી ગયો છે. ચહલે બેગ્લુરું વિરુદ્ધ રમાયેલી મેચમાં ૪ ઓવરમાં બોલિંગ કરી ૩૪ રન આપી ૨ વિકેટ લીધી હતી. આ સાથે તે ૪ મેચમાં ૮ વિકેટ મેળવી લીધી છે. તે આ લિસ્ટમાં બીજા નંબર પર મોહિત શર્મા છે. તેમણે ૪ મેચમાં ૭ વિકેટ લીધી હતી.

મુસ્તફિઝુર રહમાન ૩ મેચમાં ૭ વિકેટની સાથે લિસ્ટમાં ત્રીજા સ્થાન પર છે. ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી આગળ છે. તેમણે ૫ મેચમાં કુલ ૩૧૬ રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે ૨ અડધી સદી પણ ફટકારી છે. બીજા સ્થાને રિયાન પરાગ છે.

જેમણે ૧૮૫ રન બનાવ્યા છે. સંજુ સેમસને ૪ મેચમાં ૧૭૮ રન બનાવી ત્રીજા નંબર પર છે. રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સે ૬ વિકેટથી જીત નોંધાવી છે. આ મેચમાં જાેસ બટલર સદી ફટકાર્યા બાદ અણનમ રહ્યો હતો. આ મેચમાં જાેસ બટલરે ટીમને જીત અપાવી હતી.