વિસાવદર : તાજેતરમાં જ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતાં વિસાવદર વ્હોરા મસ્જિદ ખાતે વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપ્સૅ દ્વારા વ્હોરા સમાજને ઈદ ઉલ ફિત્ર ની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. તેમજ જનાબ સાહેબ અબ્બાસભાઈ ઈઝી નું રોટરી કોમ્યુનિટી કોપ્સૅ દ્વારા પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે આર. સી. સી. વિસાવદર ના સ્થાપક પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા, પ્રમુખ મુકેશભાઈ રીબડીયા, મંત્રી રમણીકભાઈ ગોહેલ, આઈ. પી. પી. આસીફભાઈ કાદરી, ખજાનચી અબ્બાસીભાઈ ખેતી તેમજ બહોળી સંખ્યામાં વહોરા સમાજના ભાઈઓ, બહેનો તેમજ બાળકો ઉપસ્થિત રહેલ.

