સો વાર કાશી એક વાર પ્રાચી થી જગ વિખ્યાત એવા પ્રાચી તીર્થ ખાતે ચૈત્ર માસ ને લઈ યાત્રાળુ ઓ ઉમટસે
પ્રાચી તીર્થ ખાતે રોજ ના હજારો યાત્રીઓ મોક્ષ પીપળે પાણી રેડી ધન્યતા અનુભવે છે
સો વાર કાસી એક વાર પ્રાચી થિ જગ વિખ્યાત એવા પ્રાચી તીર્થ મા આજ થી શરુ થતો ચૈત્ર માસ ને લઈ પ્રાચી તીર્થ ખાતે રોજ ના હજારો યાત્રીઓ પોતાના પિતૃઓ ના મોક્ષાર્થે પ્રાચી મોક્ષ પીપળે પાણી રેડવા તેમજ પિતૃ તર્પણ માટે ઉમટશે
પ્રાચી તીર્થ અતિ પ્રચલિત હોવાથી અહી પિતૃ કાર્ય કરાવવા માટે લોકો દૂર દૂરથી આવે છે મોક્ષ પીપળે પાણી રેડી પ્રાચી તીર્થ ગોર પાસે પૂજા અર્ચના કરાવી યથા શક્તિ દાન દક્ષિણા આપી પિતૃ ઓના લુણ માંથી મુક્ત થઈ ધન્યતા અનુભવે છે
પ્રાચી તીર્થ ખાતે ચૈત્રમાસ, કારતક માસ, તેમજ ભાદરવા માસમાં પ્રાચી તીર્થ છેત્ર નું અનેરું મહત્ત્વ હોવા થી લાખો યાત્રીઓ પ્રાચી તીર્થ ખાતે આવી પોતાના પિતૃઓ ના મોક્ષાર્થે પિતૃ તર્પણ કરાવી મોક્ષ પીપળે પાણી રેડી સરસ્વતી નદી કિનારે બિરાજમાન શ્રી માધવરાયજી મહારાજ ના દર્શન કરવા લાખો ની સંખ્યા માં ભાવિકો ઉમટી પડે છે પ્રાચી તીર્થ ખાતે
તીર્થ બ્રાહ્મણો દ્વારા નાગદોસ, પ્રેતબલી, નાગબલી, નારાયણબલિ, કાલસર્પ યોગ, સર્વે પિતૃ શ્રાદ્ધ, બભ્રુ શ્રાદ્ધ, લિલ ,વગેરે પિતૃ કાર્ય કરાવવા માં આવે છે

