Gujarat

ચુડેશ્વર ગામે દારૂ, બીયર સાથે 1 ઝબ્બે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના ચુડેશ્વર ગામે પોલીસે પુર્વબાતમીના આધારે ઇંગ્લીશ દારૂ અને બીયર સાથે એક શખસને પકડી પાડી દારૂ-બીયર-મોબાઇલ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.

દેવભૂમિ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસના પીઆઈ. સિંગરખીયાના નેતૃત્વમાં પોલીસ ટુકડી પેટ્રોલીંગ કરી રહી હતી.જે વેળાએ સ્ટાફનાપોલીસ કોન્સ્ટેબલ પીઠાભાઈ જોગલ અને વિપુલ ડાંગર સહિતની ટીમને મળેલી બાતમીના આધારે ગામના ગેટ પાસે પોલીસે પ્રકાશ સોંદરવા ની તલાસી લીઘી હતી જે તલાશી વેળાએ પોલીસને તેના કબજામાંથી ઇંગ્લિશ દારૂની બોટલ 5 અને બિયર ટીન 6 મળી આવ્યા હતા.

આથી પોલીસે તેની અટક કરી રૂ. 2,500ની કિંમતનો દારૂ ઉપરાંત મોબાઇલ-બીયર સહિત રૂ. 9,300નો મુદામાલ કબજે કર્યો હતો અને પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.