હરીયાણાના રેવડીથી સાયકલ પર ભારતની 40,000 કિલોમીટરની યાત્રા પર નકળેલ યુવક મહેશ પ્રજાપતિએ ગોધરામાં પ્રવેશ કર્યો હતો. ગોધરામાં પ્રવેશ કરાતા યુવકે પોતાની ભૂતકાળની પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લીધી હતી.
વિદ્યાલયની મુલાકાત દરમ્યાન આચાર્ય રૂપ કિશોર ચૌધરીના નેતૃત્વ હેઠળ એમિનન્ટ એક્સપર્ટ (નેશનલ) વિશેષ કાર્યક્રમનું આયોજન કરી તેનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જેમા આચાર્યએ વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ “જીવનમાં સફળતા મેળવવા માટે શારીરિક, માનસિક અને સામાજિક તંદુરસ્તી અત્યંત જરૂરી છે.
ત્યારે આજના દોડધામભર્યા યુગમાં માનસિક તણાવ મુક્ત રહેવા અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર બનવાનો સંદેશો, પ્રદૂષણ ઘટાડવા, ઇંધણ બચાવવા અને વૃક્ષારોપણ જેવા પર્યાવરણ લક્ષી કાર્યો તરફ સમાજનું ધ્યાન દોરવા માટે શાળાનો વિદ્યાર્થી દેશના નાગરિકો અને યુવાનો માટે ચોક્કસ સામાજિક સંદેશ પહોંચાડી રહ્યો છે. તે આપણા અને આપણી શાળા માટે ગૌરવની વાત છે.
કાર્યક્રમ બાદ યુવકે ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પોતાના સાહસિક અનુભવો અને જીવનમૂલ્યો વર્ણવ્યા હતા. અને જણાવ્યુ હતુ કે “આ યાત્રા 15 માર્ચે રેવાડીથી શરૂ કરી હતી.

