Gujarat

દેવભૂમિ દ્વારકાના કેનેડી ગામના ચિત્રકાર અરવિંદભાઈ ખાણધર ગુજરાતનો “અતુલ્ય વારસો” એવોર્ડથી સન્માનિત

“અતુલ્ય વારસો”એ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિને ઉજાગર કરવા અને જીવંત રાખવા માટે ઈતિહાસ, પર્યાવરણ, હેરિટેજ પ્રવાસન, લેખન, સંગીત, ચિત્રકલામાં 131 જેટલા આર્ટીસ્ટોને કલાની પરખ કરીને, 7 એપ્રિલના એવોર્ડ માટે ચિત્રકલા ક્ષેત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેનેડી ગામના ચિત્રકાર અરવિંદ ડી.ખાણઘરને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.

આ એવોર્ડ વિતરણ પ્રસંગે કપીલભાઈ ઠાકર, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, કલાતિર્થ અધ્યક્ષ રમણીકભાઈ ઝાપડીયા, સામાજીક કાર્યકર મિતલબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ચિત્રકલામાં પારંગત અરવિંદભાઈએ અગાઉ પણ અનેક એવોર્ડ મેળવ્યા છે.