તારીખ ૧૭ એપ્રિલ ના રોજ કઠલાલ રામ મંદિર ખાતે થી ભગવાન રામ ની ભવ્ય શોભાયાત્રા યોજાશે.રામ નવમી ના આયોજનના ભાગરૂપે કઠલાલ સરદાર પ્રતિમા પાસે ધર્મસભા યોજવામાં આવી હતી.આ ધર્મસભામાં હિંદુ ભગીરથસિંહ રાઠોડ દ્વારા ધર્મસભા મા વક્તવ્ય આપવામાં આવ્યુ હતુ.
આ ધર્મસભામાં અનિરુદ્ધ ગીરીજી મહારજ ઉતકંઠેશ્વર મહાદેવ,આત્મારામ મઢી થી નિરંજન દાસજી મહારાજ, તેમજ ચુણેલ હનુમાન મંદિરથી રાજકુમાર દાસજી મહારાજ,કનૈયાદાસજી મહારાજ,ગિરનારીજી મહારાજ સહિત સંતો મહંતો અને મયુરભાઈ આચાર્ય ગુજરાત પ્રદેશ મંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સૌ કઠલાલ પંથક ના ભાઈઓ બહેનો ધર્મસભા મા ઉપસ્થિત રહ્યા હતા.રામનવમી અને ધર્મસભા નુ આયોજન સમગ્ર હિંદુ સનાતન સમાજ તેમજ કઠલાલ શહેર અને તાલુકા ના રામ ભક્તો દ્વારા કરવામાં આવ્યુ હતુ.રામ નવમી ની શોભાયાત્રામાં સૌ રામ ભક્તોને જોડાવા માટે અપીલ પણ કરવામાં આવી હતી.

