Gujarat

કોંગ્રેસના ઉમેદવારો માં ખોડલના ચરણે..

નરેશ પટેલનો કોંગ્રેસ પ્રેમ છલકાતો જોવા મળ્યો.
ગુજરાતમાં જેમ જેમ મતદાનની તારીખ 7 મે નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણી પ્રચાર તેજ થતો જાય છે. રાજકોટ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ કાગવડ ખોડલધામ દર્શન કર્યા હતા. ટ્રસ્ટીઓએ ખેસ પહેરાવીને પરેશ ધાનાણીનું સ્વાગત સન્માન કર્યું હતું. પરેશ ધાનાણીએ મંદિરમાં શંખ વગાડીને દર્શન કર્યા હતા. તેમણે ચૂંટણીમાં સફળતા મેળવવા માટે માતાજીના આશીર્વાદ લીધા હતા. તેમને કેટલી સફળતા મળે તે ચૂંટણી પરિણામ બાદ જ જાણવા મળશે. ઉલ્લેખનીય છે કે ધાનાણીએ રૂપાલા વિવાદ મુદ્દે કહ્યું હતું કે, દીકરીઓ 15 દિવસથી સ્વાભિમાનની લડાઈ લડી રહી છે છતાં ભાજપનું નેતૃત્વ ધૃતરાષ્ટ્ર બનીને ખેલ નિહાળી રહ્યું છે.
મા ભવાની, મા જગદંબા, મા ખોડલ બધાના હૃદયમાં વસી અનીતિ, અસત્ય, અધર્મની સામે નીતિ ધર્મ અને સત્યના યુદ્ધમાં અમારી સાથે રહેશે. સત્તામાં બેઠેલા લોકો એના અહંકારને ઓગાળશે. મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર સહિતના વિવિધ સવાલોથી ઘેરાયેલી ગાંધી અને સરદારની ભૂમિ નવી આશાઓના દરવાજા ખોલવા આજે સૌરાષ્ટ્રના હૃદય સમાન આ રાજકોટના પાદરમાં હું આવ્યો છું. આ ભૂમિને હું વંદન કરું છું. રાજકોટના જનધનને હૃદયમાં વસેલા રામને સલામ કરું છું
પરેશ ધાનાણીએ ખોડલધામ માતાજીના દર્શન કર્યા બાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક કરી હતી. બેઠકમાં પરેશ ધાનાણીએ ખોડલધામ મંદિરનું સમર્થન માગ્યા હોવાની ચર્ચા છે. નરેશભાઈ પટેલ સાથે બંધ બારણે મિટિંગ કરવામાં આવી હતી. બંધ બારણે મિટિંગને લઈને અનેક તર્કવિતર્ક શરુ થયા છે. ભૂતકાળમાં વર્ષ 2009માં કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજકોટથી જીત મેળવી હતી. કુંવરજી બાવળિયાની જીતમાં લેઉવા પાટીદાર સમાજનો મોટો ફાળો હતો. આ વખતે પણ આજ આવી જીત રિપીટ કરવાની કોંગ્રેસને આશા છે.
ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ પંદર દિવસ પછી પણ દેશની દીકરીઓના નામ ઉપર ભાજપના આગેવાનોએ લગાડેલા ઈરાદાપૂર્વકના દાગ ભુસવામાં નિષ્ફળ નીવડ્યું છે. દીકરીઓ 15થી 20 દિવસથી સ્વાભિમાનની લડાઈ ગામની ગલીઓ સુધી લઈ ગઈ તેમ છતાં ધૃતરાષ્ટ્ર બનીને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આ ખેલ નિહાળી રહ્યું છે ત્યારે મને લાગે છે દર વખતની જેમ આ વખત પણ ભારતીય જનતા પાર્ટી વર્ગવિગ્રહનું બીજ રોપાવી ભાગલા પડાવી ભૂતકાળની જેમ જાતિના નામે, ભાષાના નામે, ધર્મના નામે, પ્રાંતના નામે રાજકીય રોટલા શેકવામાં સફળ થયો હશે. પણ આ વખત રાજકોટના રણ મેદાને સમગ્ર ગુજરાતમાં અઢારે વર્ણને લાગણીના તાંતણે જોડવાના છે. બધાની સમસ્યાઓ અલગ છે પરંતુ સમસ્યાના સર્જક ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકો છે. શાસકોના અહંકારને ઓગળવાની લડાઈ આગળ વધશે. સ્વાભિમાન યુદ્ધની શરૂઆત રાજકોટના રણ મેદાનમાં થશે
ધાનાણી રૂપાલા વિવાદ મુદ્દે કહ્યું:’દીકરીઓ 15 દિવસથી સ્વાભિમાનની લડાઈ લડી રહી છે છતાં ભાજપનું નેતૃત્વ ધૃતરાષ્ટ્ર બનીને ખેલ નિહાળી રહ્યું છે’
આજે કોંગ્રેસના કોંગ્રેસના ઉમેદવારો ખોડલધામ મંદિરમાં દર્શન કર્યા છે. જેમાં પરેશ ધાનાણી, જેનીબેન ઠુમ્મરે મંદિરમાં દર્શન કર્યા હતા. તેમજ જે.વી.મારવીયા અને હીરાભાઇ જોટવાએ પણ દર્શન કર્યા છે. આ સાથે જ ખોડલધામના ટ્રસ્ટીએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું છે. ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. જ્યાં નરેશ પટેલ અને પરેશ ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી.
આ સાથે જ ઉમેદવારોએ માતાજીને ચૂંદડી અને શ્રીફળ ધર્યા હતા. જ્યારે ખોડલધામ મંદિરમાં પરેશ ધાનાણીએ શંખ વગાડયો હતો. આ ઉપરાંત લલિત વસોયા પણ નરેશ પટેલ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તમામ નેતાઓ સાથે પાટીદાર આગેવાન જોવા મળ્યા છે.પોતાના પ્રચાર સાથે જ પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ભાજપ ભાગલા પાડવામાં માહેર છે. ભાજપ જાણી જોઈને વર્ગવિગ્રહ કરાવે છે. ક્ષત્રિય સમાજના લોકોએ પરેશ ધાનાણીનું સ્વાગત કર્યું હતું. જ્યારે આવતીકાલે રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભરશે અને પોતાની નામંકન દાખલ કરશે