Gujarat

જેતપુરમાં રાહત ભાવની દુકાનોમાં પુરવઠો મહિનાના અંતમાં જ સરકારી ગોડાઉનેથી આપવાનો જાણે નિયમ બની ગયો હોય તેમ નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છતાંય હજુ એક જ દુકાનને માલ મળ્યો છે.

જેતપુર શહેર તાલુકામાં રાહતભાવની દુકાનોમાં અપાતું અનાજ મહિનાના અંતમાં જ આપવાનો સિલસિલો હોય તેમ ચાલુ મહિનો અડધો પૂરો થઈ ગયો છતાંય ૭૫ દુકાનોમાંથી માત્ર એક જ દુકાનને હજુ સુધી સરકારી ગોડાઉને અનાજ આપવામાં આવ્યું છે.

શ્રમિકો, અંત્યોદયો પરિવારોને ગુજરાન ચલાવવામાં મદદરૂપ થવા માટે સરકાર દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય રાહત ભાવની દુકાનો દ્વારા રાશન કાર્ડ પર દર મહિને નિર્ધારિત કરેલ અનાજ પુરવઠો આપવામાં આવે છે. પરંતુ જેતપુરના સરકારી ગોડાઉનમાં અનાજ પુરવઠો સમયસર ન આવવાથી દુકાનદારો રાશનકાર્ડ ધારકોને સમયસર પુરવઠો આપી શકતા નથી. જેના કારણે શહેર તાલુકાની ૭૫ જેટલી દુકાનોના ૩૨૨૮૫ જેટલા કાર્ડ ધરકોમાં ભારે ઉહાપોહ ફેલાય ગયો છે. ગયા મહિનાના પુરવઠો ૨૧ જેટલા દુકાનદારોને મહિનાની છેલ્લી તારીખે મળ્યો જેના કારણે ઓક્ટોબર મહિનાનું અનાજ નવેમ્બર મહિનામાં દુકાનદારોએ વિતરણ કરવું પડ્યું. અને નવેમ્બર મહિનાનું અનાજ તો અડધો મહિનો પૂરો થઈ ગયો છતાંય હજુ એક જ દુકાનદારને અનાજ મળ્યું છે.

આ અંગે સરકારી ગોડાઉનના મેનેજર રમેશ કુમારખાણીયાને પૂછતાં તેઓએ જણાવેલ કે, પુરવઠો જીલા મથકેથી જ મોડો આવે છે તો અમો સમયસર દુકાનદારોને ક્યાંથી આપી શકીએ. જેતપુરની ૭૫ દુકાનોમાં તમામ અનાજોના થઈને ૨૫ હજાર કુલ કટા પુરવઠો આવે અને આ પુરવઠો દુકાનો સુધી પહોંચાડવા નિયમ પ્રમાણે કોન્ટ્રાક્ટરે ૧૫ મજૂરો રાખવા પડે છે. નિર્ધારિત મજૂર કરતા એક મજૂર ઓછો હોય તો પ્રત્યેક દિવસની એક હજાર રૂપિયા કોન્ટ્રાકટરને પેનલ્ટી લાગે ત્યારે અહીં ગોડાઉનમાં ૧૨ મજૂર હોવાથી કોન્ટ્રકટરને દરરોજ ત્રણ હજાર પેનલ્ટી લાગતી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત ૨૫ હજાર કટા અનાજ જીલ્લા મથકેથી આવે ત્યારે પ્રત્યેકનું વજન કરવાનું હોય છે. પરંતુ પુરવઠો આટલો મોડો અને ઓછા મજૂર હોવાથી તમમનું વજન કરવું શક્ય નથી ઉપરાંત કોન્ટ્રાકટર દ્વારા એક દિવસમાં બે હજારથી પચીસો કટાને દુકાને પહોંચાડી શકે. જેથી પચીસ હજાર કટા દુકાનોમાં પહોંચડતા દસથી બાર દિવસ થાય અને અહીં ગોડાઉને તો મજૂર ઓછા છે. એટલે ચાલુ મહિને પણ જેતપુરમાં તમામ દુકાનો સુધી મહિનાનો અંત આવી જશે

વિક્રમસિંહ ચુડાસમા જેતપુર

IMG-20211117-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *