બેઈજિંગ
છેલ્લા બે દાયકામાં અત્યાર સુધી વિશ્વના સૌથી ધનિક ગણાતા અમેરિકાની સંપત્તિમાં બમણી વધીને ૯૦ લાખ કરોડ થઈ છે. અમેરિકામાં પ્રોપર્ટીના ભાવમાં બહુ વધારો ન થવાના કારણે અમેરિકાની સંપત્તિ ચીનની સરખામણીમાં ઘણી ઓછી છે અને તેણે વિશ્વના સૌથી ધનવાન દેશનું સ્થાન ગુમાવી દીધું છે. આ અહેવાલ મુજબ છેલ્લા બે દાયકા દરમિયાન દુનિયાની નેટવર્થમાં તિવ્ર વૃદ્ધિ થઈ છે અને તેણે વિશ્વના ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં વૃદ્ધિને પાછળ પાડી દીધી છે.અમેરિકાને પછાડીને ચીન દુનિયાનો સૌથી ધનિક દેશ બની ગયો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ મેનેજમેન્ટ કન્સલટન્ટ મેકેન્ઝી એન્ડ કંપનીના રિસર્ચ એકમના એક અહેવાલમાં દાવો કરાયો છે કે છેલ્લા બે દાયકામાં દુનિયાની સંપત્તિમાં ત્રણ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૨૦માં દુનિયાની કુલ સંપત્તિ ૧૫૬ લાખ કરોડ હતી, જે ૨૦૨૦માં વધીને ૫૧૪ લાખ કરોડ ડોલર થઈ ગઈ છે અને તેમાં ચીનની ભાગીદારી એક તૃતિયાંશ જેટલી છે. ચીનની સંપત્તિ વર્ષ ૨૦૦૦માં ૭ લાખ કરોડથી વધીને ૨૦૨૦માં ૧૨૦ અબજ ડોલરે પહોંચી ગઈ છે. આ સમયમાં અમેરિકાની સંપત્તિ બમણી વધીને ૯૦ લાખ કરોડ ડોલર થઈ છે. મેનેજમેન્ટ કન્સલટન્ટ કંપની મેકિન્સે એન્ડ કંપનીના રિસર્ચ એકમના રિપોર્ટ મુજબ વિશ્વની ૬૦ ટકાથી વધુ સંપત્તિ માત્ર ૧૦ દેશો પાસે છે, જેમાં ચીન, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન, મેક્સિકો અને સ્વીડનનો સમાવેશ થાય છે. વિશ્વમાં સૌથી વધુ સંપત્તિ એટલે કે નેટવર્થ ધરાવતા ચીન અને બીજા નંબર પરના અમેરિકામાં પણ સંપત્તિનો મોટો હિસ્સો ગણતરીના ધનિક પરિવારો પાસે છે. ચીન અને અમેરિકામાં બે તૃતિયાંશથી વધુ સંપત્તિ માત્ર ૧૦ ટકા સૌથી ધનિક પરિવારો પાસે છે. આ ધનિકોની ભાગીદારી સતત વધી રહી છે. મેકિન્સે ગ્લોબલ ઈન્સ્ટિટયૂટના સહયોગી જાન મિશકે ઝુરિચમાં કહ્યું કે દુનિાય પહેલા કરતાં ઘણી ધનિક બની ગઈ છે. મેકિન્સેની ગણતરી મુજબ વિશ્વની કુલ સંપત્તિનો ૬૮ ટકા હિસ્સો રિયલ એસ્ટેટના રૂપમાં છે જ્યારે બાકીની સંપત્તિમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર (૧૧ ટકા), ઈન્વેન્ટરીસ (૮ ટકા), અન્ય એસેટ્સ (૮ ટકા), મશીનરી અને ઈક્વિપમેન્ટ (૬ ટકા)નો સમાવેશ થાય છે. વિશ્વની સંપત્તિમાં બૌદ્ધિક સંપદા અને પેટન્ટનો હિસ્સો ખૂબ જ ઓછો છે. રિપોર્ટ મુજબ ૨૦૦૦માં તેની સંપત્તિ માત્ર ૭ લાખ કરોડ ડોલર હતી, જે ૨૦૨૦ સુધીમાં રોકેટ ગતિએ વધીને ૧૨૦ લાખ કરોડ થઈ ગઈ હતી. ખાસ વાત એ છે કે તેના આર્થિક વિકાસને ગતિ આપવા માટે ચીન ૧૯૯૯માં જ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં જાેડાયું હતું, જે દર્શાવે છે કે આ સમયમાં તેની સંપત્તિમાં તીવ્ર વધારો થયો છે અને ૨૦ વર્ષમાં વિશ્વની સંપત્તિમાં જે વધારો થયો, તેમાં અંદાજે એક તૃતિયાંશ હિસ્સો ચીનનો જ છે.


