ન્યૂયોર્ક,
હાલ દુનિયામાં મોટાભાગના દેશોમાં કોરોનાની સારવાર ઇન્જેકશન આપી કરવામાં આવે છે. બ્રિટને આ મહિનાના આરંભે મર્કની કોરોના ગોળીને મંજૂરી આપી છે પણ અન્યત્ર તેને મંજૂરી મળવાની બાકી છે. આવા જ એક સોદામાં મર્કે અન્ય દવા ઉત્પાદકોને કોરોનાની ગોળી મોલનુપિરાવર બનાવવાની છૂટ આપી હતી જેથી તેને ૧૦૫ ગરીબ દેશોમાં ઉપલબ્ધ કરાવી શકાય.સમગ્ર વિશ્વ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીનો સામનો કરી રહી છે અને અનેક દેશોના આૃર્થતંત્રની કમર ભાંગી ગઈ છે તેવા મુશ્કેલ સમયમાં કોરોનાની રસી શોધનારી ત્રણ ફાર્મા કંપનીઓ ફાઈઝર, બાયોએનટેક અને મોડર્નાએ તેમની કોરોનાની રસી મારફત પ્રત્યેક સેકન્ડે ૧,૦૦૦ ડોલરનો નફો કર્યો ર્છ બીજીબાજુ વિશ્વના ગરીબ દેશો હજુ પણ રસી મેળવવાથી વંચિત છે અને લાખો લોકોએ મોતનો સામનો કરવો પડયો છે. આ ત્રણેય કંપનીઓએ તેમની રસીનો મોટાભાગનો હિસ્સો ધનિક દેશોને વેચ્યો છે, જેને પગલે તેમણે વાર્ષિક ૩૪ અબજ ડોલરનો નફો કર્યો છે, જે દૈનિક ૯.૩૫ કરોડ ડોલર આૃથવા પ્રત્યેક મિનિટે ૬૫,૦૦૦ ડોલર આૃથવા પ્રત્યેક સેકન્ડે ૧,૦૦૦ ડોલરથી વધુ થાય છે. બીજી બાજુ દુનિયામાં કોરોનાના નવા ૨,૧૭,૭૯૫ કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨૫૪,૭૮૮,૨૪૨ થઇ છે જ્યારે ૪૧૯૧ મરણ થવાને પગલે કુલ કોરોના મરણાંક ૫૧,૨૬,૦૮૮ થયો હતો. દુનિયામાં કોરોનાની રસીના કુલ ૭,૪૯૨,૮૪૩,૨૦૫ ડોઝ આપવામાં આવ્યા હતા. યુએસમાં કોરોનાના નવા ૭૦,૮૨૩ કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા ૪૮,૦૭૨,૮૯૮ થઇ હતી અને ૪૬૭ જણાના મોત થતાં કુલ કોરોના મરણાંક ૭,૮૪,૭૭૯ થયો હોવાનું વર્લ્ડોમીટર વેબસાઇટ પર જણાવ્યું હતું. અન્ય દેશો જ્યાં કોરોનાના કેસો ૬૦ લાખ કરતાં વધારે છે ,બ્રાઝિલ ૨,૧૯,૬૦,૭૬૬ યુકે ૯૬,૪૯,૨૩૩, રશિયા ૮૯,૫૬,૧૩૬, તુર્કી ૮૪,૩૩,૯૮૮, ફ્રાન્સ ૭૩,૯૩,૨૯૬ અને ઇરાન ૬૦,૪૫,૨૧૨નો સમાવેશ થાય છે. જાે કે, ભારતમાં કોરોનાની સ્થિતિ સુધરી હોવાનો સંકેત યુએસના સીડીસી દ્વારા જારી કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઇઝરી પરથી આવે છે. આ વર્ષના આકંબે આ એડવાઇઝરી ફોર હતી જેમાં યુએસના નાગરિકોને ભારતનો પ્રવાસ કરવાની ના પાડવામાં આવી હતી. તે પછી ઓગસ્ટમાં કોરોનાનું જાેખમ મધ્યમ હોવાનું જણાવતી એડવાઇઝરી લેવલ ટુ બહાર પાડવામાં હતી. હવે એડવાઇઝરી લેવલ વન બહાર પાડવામાં આવી છે જેમાં કોરોનાની રસી લીધી હોય તેમને કોરોનાનો ચેપ લાગવાનું જાેખમ ઓછું હોવાનું જણાવાયું છે. બીજી તરફ કોરોના મહામારી સામે લડવાના હથિયાર કોરોનાની રસીને મામલે દુનિયાના બે મહાનુભાવો આમને સામને આવી ગયા છે.

