Gujarat

વેરાવળ માં આવેલ ધારવાળી ખોડિયાર મંદિર ખાતે નવરંગ માંડવા નુ આયોજન કરાયુ

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામ ખાતે આવેલ ધારવાળી ખોડિયાર મંદિર ખાતે 24 કલાક ના નવરંગ માંડવા નુ આયોજન કરાયું હતું. જેમાં શુભ મુર્હત માં માતાજી ની થાંભલી રોપણ તેમજ પૂજન અર્ચન વગેરે કરવામાં આવેલ હતા.જેમાં વિવિધ પ્રકાર ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.સાંજે મહાપ્રસાદ નુ પણ આયોજન કરાયું જેમાં મોટી સંખ્યા માં ભાવિક ભક્તો એ મહા પ્રસાદ આરોગયો હતો.ખોડિયાર માતાજી નુ આખ્યાન સહીત ના કાર્યક્રમ યોજાયા હતા.