ઉના અને ગીરગઢડા પંથકના નજીક ગીર જંગલ બોડર વિસ્તારોમાં સીમ વાડી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર વન્યપ્રાણી સિંહની રંજાળ જોવા મળતી હોય છે ત્યારે થોડા દિવસ પહેલા ઉનાના ગરાળ રોડ ઉપર રાત્રિના સમયે એક સાથે આઠ સિંહનું ટોળું જોવા મળ્યું હતું. જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હતો.
ત્યારે આજે ઉનાના દુધાળા-સીમર રોડ ઉપર ધોળા દિવસે સીમ વિસ્તારમાં રસ્તા પર સિંહણે એક બળદ જોઈ તડાપ મારી હુમલો કરી દીધો હતો. અને રસ્તા પરજ બળદ ઢળી પડતા આ સિંહણે મારણ કરી નાખ્યું હતું. અને મારણની મજિબાની માણી હતી. જોકે આ સમગ્ર ઘટના ધોળા દિવસે બનતાં સીમ વિસ્તારમાં જતાં આવતા ખેડુતો તેમજ વાહન ચાલકોમાં ભય જોવા મળી રહ્યો હતો. અને આ સિંહણે પશુનું કરેલ મારણનો લાઈવ વીડિયો મોબાઇલ ફોનમાં કેદ કર્યો હતો.

