નવી દિલ્હી ,
શ્રીનગરના હૈદરપુરા વિસ્તારમાં થયેલી અથડામણમાં ઘાયલ થયેલા આતંકીઓના વધુ એક સાગરીતનુ મોત થયુ છે.આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓ અને તેમના બે મદદગારોના મોત થયા હતા અને મકાનમાં ચાલી રહેલા કોલ સેન્ટરમાં આતંકીઓને આશરો અપાયો હોવાનુ સામે આવ્યુ હતુ. દરમિયાન ઉરી સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકીઓની ઘૂસણખોરીના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.જમ્મુ કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લામાં આતંકવાદીઓએ સુરક્ષાદળ પર ગ્રેનેડ હુમલો કર્યો છે.જેમાં સીઆરપીએફના બે જવાનો અને બે નાગરિકો ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પોલીસનુ કહેવુ છે કે, સીઆરપીએફની ટુકડી આતંકીઓના ટાર્ગેટ પર હતી.ગ્રેનેડ ફાટતા બે જવાનો ઘાયલ થયા છે અને હવે આતંકીઓની શોધખોળ માટે આખા વિસ્તારમાં ચેકિંગ શરુ કરવામાં આવ્યુ છે.