Gujarat

ઉનાળાની સાથે સાથે ગુલમહોર ભરપૂર ખીલ્યો

ભર ઉનાળે પાઘડી પહેરી ફુલાતો ગુલમહોર જોવાની મજા જ અલગ છે. આકરી ગરમીમાં ગુલમહોરની ઘટા આંખને ઠંડક આપે છે.ઉનાળે ખીલતો ગુલમહોર એવું શીખવે છે કે, જેમ તાપ પડે, ગરમી વધે તેમ વધુને વધુ ખીલવું. “ગુલમહોર” નામ બહુ જ સુંદર છે પણ સંસ્કૃત નામ તો તેનાથી પણ ચડે! “રાજ-આભરણ” એવું સંસ્કૃત નામ ધરાવતાં ગુલમહોરને “કૃષ્ણ ચૂડ” પણ કહેવાય છે.

શ્રીકૃષ્ણ ભગવાનના મુકુટનો શૃંગાર ગુલમહોરના ફૂલોથી કરાય છે.કહેવાય છે ગુલમહોર માડાગાસ્કરમાં જન્મેલુ. યુરોપિયન લોકો ત્યાંથી પોતાને ત્યાં લઈ આવ્યા. ફ્રાંસના લોકોએ તો એટલું વધાવ્યું કે એને “સ્વર્ગનું ફૂલ” એવું નામ આપ્યું.