લોકસભાની ચૂટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેના માટે ચૂંટણીપંચ સતત પ્રયાસો કરી રહ્યું છે. આવનારી સાતમી મેં એ ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર લોકોને મતદાન માટે જાગૃત કરવાના હેતુથી આજે છોટાઉદેપુર નગરમાં સાયકલ રેલીનું આયોજન કરાયુ હતું. જિલ્લા કલેકટર અનિલ ઘામેલીયાની આગેવાનીમાં યોજાયેલ સાયકલ રેલીમાં જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડ, એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને નગરજનો જોડાયા હતા. જિલ્લા સેવા સદન ખાતેથી સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવી સમગ્ર નગરમાં રેલી ભ્રમણ કરી હતી.