Gujarat

છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અર્બન 2024 સ્વચ્છતા અભિયાન અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારમાં રાત્રિ સફાઈ હાથ ધરવામાં આવી હતી

રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્વચ્છ ભારત મિશન -અર્બન 2024 ના સ્વચ્છતા સર્વેક્ષણ અને નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત આજે છોટાઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર  ભાવિકકુમાર બરજોડ અને નગરપાલિકાના વહીવટદાર આર.આર. ભાભોરના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો, ફૂટપાથ તેમજ જાહેર સ્થળોની રાત્રી સાફ – સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નગરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેના માટે નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. અને છોટાઉદેપુર નગરની  જાહેર જનતાને નગરમાં જાહેર રસ્તાઓ ઉપર ગંદકી કરતા અટકાવવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. નગરપાલિકા  દ્વારા નગરમાં સાફ સફાઈ કરવામાં આવતા નગરજનોમાં ખુશી જોવા મળી છે.