Gujarat

ઇન્ડોનેશિયાનામાઉન્ટરુઆંગ જ્વાળામુખી બે અઠવાડિયામાં બીજી વખત ફાટ્યો

ઇન્ડોનેશિયામાં ફરી એક વાર ભય નો માહોલ, માઉન્ટરુઆંગ જ્વાળામુખી બે અઠવાડિયામાં બીજી વખત ફાટ્યો. જ્વાળામુખી વિસ્ફોટના કારણે લગભગ બે કિલોમીટર સુધી આકાશમાં ધૂળ ફેલાઈ ગઈ હતી. હવામાં ફેલાયેલીધૂળને કારણે એક એરપોર્ટ બંધ કરવું પડ્‌યું હતું. જ્વાળામુખી ફાટવાને કારણે તેનો કાટમાળ આસપાસના ગામોમાં ફેલાઈ ગયો હતો. હાલમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને અધિકારીઓ જ્વાળામુખી પર નજર રાખી રહ્યા છે.

પ્રાદેશિક એરપોર્ટઓથોરિટીના વડા એમ્બાપસૂર્યોકોએ જણાવ્યું હતું કે ઓછી દૃશ્યતા અને રાખને કારણે એરક્રાફ્‌ટએન્જિન પર કોઈ ખતરો ન સર્જાય તે માટે મંગળવારે સવારે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. મનાડો સહિત સમગ્ર પ્રદેશના નગરો અને શહેરોમાં આકાશમાંથી રાખ, કાંકરા અને પથ્થરો પડતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, વાહનચાલકોને દિવસ દરમિયાન પણ તેમના વાહનોનીહેડલાઈટ ચાલુ રાખીને મુસાફરી કરવાની ફરજ પડી હતી. મનાડોમાં૪૩૦,૦૦૦ થી વધુ લોકો રહે છે.

ઇન્ડોનેશિયાજિયોલોજિકલ સવિર્સ સાથે સંકળાયેલા અધિકારીઓએ જ્વાળામુખી ફાટવાનાસંકેતો મળ્યા બાદ સુલાવેસી ટાપુ પર ચેતવણી જારી કરી હતી. સત્તાવાળાઓએ નજીકના ગામોમાં રહેતા લોકોને અને આરોહકોનેજ્વાળામુખીથી ઓછામાં ઓછા છ કિલોમીટર દૂર રહેવાની વિનંતી કરી હતી. ઉત્તર સુલાવેસીપ્રાંતમાં૭૨૫-મીટર (૨,૩૭૮ ફૂટ) ઊંચો જ્વાળામુખી પ્રાંતની રાજધાની મનાડોમાંસેમરતુલાંગીઇન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ ૯૫ કિલોમીટર ઉત્તરપૂર્વમાં સ્થિત છે.