Gujarat

માંગરોળ બંદર સોમનાથ ભવન ખાતે  સૌરાષ્ટ્ર ના પ્રખ્યાત ડોક્ટરો દ્વારા મેડીકલ નિદાન કેમ્પ યોજાયો..

માંગરોળ બંદર સોમનાથ ભવન ખાતે પ્રથમ વખત રાજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ અને માંગરોળ ખારવા સમાજના પટેલના સહયોગ થી મેડીકલ કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ આ કેમ્પમાં સૌરાષ્ટ્ર ના પ્રખ્યાત  ન્યુરો સર્જન સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પુનિત ત્રિવેદી, સ્ત્રી રોગ નિષ્ણાંત ગાયનેક ડોક્ટર સ્વેતા ત્રિવેદી અને એમડી ડોક્ટર રવિ ગરચર ની ઉપસ્થિતીમાં 150 થી વધુ દર્દીઓ એ આ કેમ્પનો લાભ લીધો હતો તેમજ ડોક્ટર દ્વારા મણકા, હેમરેજ મગજ ને લગતા રોગો,સ્ત્રીઓ ને લગતા રોગ સહીત અલગ અલગ રોગોના દર્દીઓનુ સંતોષકારક નિદાન કરી રાહત દરે દવાઓ પણ આપવામાં આવી હતી આ કેમ્પ ને સફળ બનાવવા બંદર ના સામાજિક આગેવાન દિનેશભાઈ વંદુર તેમજ તેમની ટીમ તેમજ કિશોરભાઈ જેઠવા દ્વારા ભારે જહેમત ઉઠાવવામા આવી  આવી હતી