દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન માટે મતદારોનો જુસ્સો જોવા મળ્યો હતો. જિલ્લામાં વયોવૃદ્ધ મતદારોમાં પણ એક અલગ જ ઉત્સુકતા જોવા મળી રહી છે. વયોવૃદ્ધ મતદારો મતદાન કરી અન્ય મતદારોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.

મતદારોમાં મતદાન માટે ઉત્સાહ વધારવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અનેકવિધ પ્રયાસો કરી રહ્યું છે.
નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને તેમને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન થકી પોતાની મહત્વની સામેલગીરીનો અહેસાસ થાય તે માટે જિલ્લામાં મોડેલ, યુવા, દિવ્યાંગ મતદાન મથકો મથકો બનાવામાં આવ્યા છે. આ મતદાન મથકોનો માહોલ જ એવો હશે કે કોઈને પણ સામેથી પોતાનો કિંમતી મત આપવા આવવાનું મન થઈ આવે!

એવું જ એક મોડેલ મતદાન મથક ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાં કજુરડા ગામે તૈયાર કરવામાં આવ્યું છે. મોડેલ મતદાન મથકમાં મતદારોને આવકારવા રેડ કાર્પેટ, પીવાનું પાણી, મતદાન સહાયતા કેન્દ્ર, વેઇટિંગ એરિયા, સેલ્ફી પોઇન્ટ તેમજ હિટવેવ આગાહીને પગલે છાસ વિતરણ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે મતદાન બુથ સહિત સમગ્ર પરિસરમાં લગ્નમંડપ જેવું ભવ્ય અને જાજરમાન સુશોભન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લામાં 14 સખી, 2 દિવ્યાંગ, 1 યુવા, 2 મોડેલ સહિત કુલ 19 ખાસ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો સુશોભિત હોવાથી જે મતદાન માટે નાગરિકોનો ઉત્સાહ વધારશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન માટે મતદારોનો જુસ્સો જોવા મળ્યો હતો. જિલ્લામાં વયોવૃદ્ધ મતદારોમાં પણ એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહી છે. જિલ્લાના મોટા કાલાવડ ગામના 103 વર્ષના વયોવૃદ્ધ મતદાર જીણાભાઈ કનારાએ યુવાનો પણ ઝાંખી પાડે તેવી સ્ફૂર્તિ સાથે મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની સહભાગીતા અદા કરી અન્ય નાગરિકોને પણ પ્રેરણા પૂરી પાડી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર આરોગ્ય, પીવાનું પાણી, પ્રતીક્ષા ખંડ, મતદાન સહાયતા કેન્દ્ર સહિત વિવિધ વ્યવસ્થાઓ ઉભી કરાઇ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. ત્યારે જિલ્લામાં સવારથી જ મહિલાઓ, યુવાનો, દિવ્યાંગો તેમજ વરિષ્ઠ મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બન્યા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શનમાં જિલ્લાના મતદાન મથકો ઉપર ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર અનેકવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. જિલ્લાના કુલ 634 મતદાન મથકો ઉપર પીવાના પાણી, હીટવેવની આગાહીના પગલે મેડીકલ સ્ટાફ, મતદાન મથકો પર પ્રતીક્ષા ખંડ, મતદાન સહાયતા કેન્દ્ર, દિવ્યાંગ મતદાર માટે વ્હીલચેર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.




