એશિયન વોલીબોલ ફેડરેશન દ્વારા આયોજિત એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપ અંડર ૧૮(થાઇલેન્ડ), અંડર ૨૦(ચીન)અને સિનિયર(ચીન) મુકામે યોજાવા જઈ રહી છે.જેનું સીલેકશન ટ્રાયલ બેંગલોર ખાતે યોજાયેલ જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ચાલતી ઈનસ્કૂલ શાળા શેઠ જી.મો.વિનય મંદિર,ચોરવાડ-જૂનાગઢ ખાતે તાલીમ મેળવ્યા બાદ ખેલાડીઓ નડિયાદ વોલીબોલ એકેડમી ખાતે સિલેક્ટ થયેલ અને ત્યાં ઘનિષ્ઠ તાલીમ મેળવ્યા બાદ કેમ્પ માટે પસંદ થયેલ છે.
*અંડર 18*
*1*:- ઝણકાટ સ્નેહા – ચોરવાડ ઈનસ્કૂલ
*અંડર 20*
*૧*:- ચુડાસમા હેતલ- ચોરવાડ ઈનસ્કૂલ
ઉપરોક્ત ખેલાડીઓ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપના કેમ્પ માટે પસંદગી પામેલ છે.. કેમ્પ માંથી પસંદગી પામેલ ખેલાડીઓ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે
જેમાં
ચુડાસમા હેતલ અને ઝણકાટ સ્નેહા શેઠ જી. મો. વિનય મંદિર ચોરવાડ ઈનસ્કૂલ માંથી સિલેક્ટ થઈ ને ગયેલ છે…
જૂનાગઢ જીલ્લા રમત વિકાસ અધિકારી સાહેબ અને જૂનાગઢ જીલ્લા ટીમ મેનેજર સાહેબ તથા તેમના કોચશ્રી,ટ્રેનરશ્રી,સ્કૂલ ના ટ્રસ્ટ્રીશ્રીઓ,આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફ,તથા ચોરવાડ ગામ ગૌરવની લાગણી અનુભવે છે.
બંને ખેલાડીઓ કેમ્પ દરમ્યાન સારુ પર્ફોમન્સ આપે અને ઇન્ડિયન ટીમ માં સિલેક્ટ થઈ ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ

