માંગરોળમાં અતિપૌરાણિક શક્તિપીઠ હીંગળાજ માતાજીના મંદિર ખાતે ચૈત્રી અમાસ ના દિવસે હીંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરાઈ જેમા સવારે મંગળા આરતી અને સાંજે સંધ્યા આરતી સાથે રાત્રે માતાજીના બેઠા ગરબાનુ ભવ્ય આયોજન કરાયુ આ અવસરે શહેરના વિવિધ ધુન મંડળોના ગાયકો દ્વારા માતાજીની અલગ અલગ સુંદર સ્તુતિ સાથે ગરબા ની રમઝટ બોલાવતા સમગ્ર વાતાવરણ ઘમઁમય બની ગયુ હતુ. માંગરોળના આ અતિ પ્રાચીન સ્વયંભુ પ્રગટ હીંગળાજ મંદિરના મંહતશ્રી દિનુબાપુ અને મહંતશ્રી તરુણબાપુની ઉપસ્થિતીમાં માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી અંતર્ગત ભક્તિમય કાર્યક્રમોનુ આયોજન કરાતા માંગરોળ પીએસઆઇ ડામોર સાહેબ, વિશ્વ હિન્દુપરિષદના આગેવાન વિનુભાઈ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી,લીનેશભાઈ સોમૈયા,રાજુભાઈ જોષી,પરેશભાઈ જોષી, પ્રફુલભાઇ નાંદોલા, પંકજભાઇ રાજપરા સહિત વિવિધ સામાજિક ધાર્મિક સંગઠનોના હોદ્દેદારો વેપારી અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો માઈભક્તોએ માતાજીના મહા આરતી સાથે ગરબાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનુ સુંદર સંચાલન જાણીતા ઉદધોશક રમેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યુ હતુ,,

