ગયા શનિવારે ૪ મેન રોજ, જમ્મુ-કાશ્મીરના પુંછ વિસ્તારમાં ભારતીય વાયુસેના ના કાફલા પર થયેલા હુમલામાં પાકિસ્તાન નો હાથ ચે તેવા સપસ્ટ પૂર્વ મળી આવ્યા છે, હુમલાના આરોપી શંકાસ્પદ આતંકવાદીઓના ઝ્રઝ્ર્ફ ફૂટેજ બુધવારે સામે આવ્યા હતા. લશ્કરના આતંકવાદીઓની ઓળખ અબુ હમઝા, હદૂન અને ઇલ્યાસ ફૌજી તરીકે થઈ છે.
આ તમામ આતંકીઓ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે એરફોર્સ પર થયેલા આતંકી હુમલામાં એક જવાન શહીદ થયો હતો અને ચાર ઘાયલ થયા હતા. સુરક્ષાદળોએ આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
સૂત્રોનું કહેવું છે કે આ ૩ પાકિસ્તાની આતંકવાદીઓની તસવીરો છે, જેમણે ૪ મે ૨૦૨૪ના રોજ એરફોર્સના કાફલા પર હુમલો કર્યો હતો. તેઓ લશ્કર-એ-તૈયબા (ન્ઈ્) જૂથ સાથે સંકળાયેલા છે અને રાજૌરી પુંછ વિસ્તારમાં સક્રિય છે. સૂત્રોનું કહેવું છે કે આ તસવીરોમાંનો એક આતંકી પાકિસ્તાની સેનાનો પૂર્વ કમાન્ડો છે. આમાંની એક તસવીર અબુ હમઝાની છે, જે એલઈટીનો કમાન્ડર છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે હુમલાને અંજામ આપનારા બે શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. અબુ હમઝા મધ્યમ ઉંચાઈનો છે. તેનો રંગ ગોરો છે. તેની ઉંમર ૩૦ થી ૩૨ વર્ષની વચ્ચે છે. તેણે વાળ કાપ્યા છે. હમઝા છેલ્લે નારંગી અને ભૂરા રંગનો પઠાણી સૂટ પહેરીને જોવા મળ્યો હતો.
પોલીસે તેની ધરપકડ માટે માહિતી આપનારને ૧૦ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, આતંકવાદીઓએ પુંછ જિલ્લાના શાઈસ્તર વિસ્તારમાં ભારતીય વાયુસેનાના કાફલાને નિશાન બનાવ્યું હતું, જેના પરિણામે એરફોર્સના જવાન કોર્પોરલ વિકી પહાડે શહીદ થયા હતા અને ચાર ઘાયલ થયા હતા.

