પાલનપુરના અંબાજી હાઈવે જવા માટેના આરટીઓ બ્રિજ પર પાછલા કેટલા દિવસોથી અધૂરી રહેલી કામગીરી પૂર્ણ કરવાનું ચાલી રહ્યું છે. વાહન ચાલકો વહેલી તકે આ બ્રિજ પૂરો થાય તેની મીટ માંડીને બેઠા છે.
પાટણ મહેસાણા અમદાવાદ જિલ્લામાંથી આવતા વાહન ચાલકોએ અંબાજી તરફ જવા હવે જગાણા બ્રિજ ઉપરથી લાલાવાડા થઈને જવાનો રસ્તો પસંદ કરી લીધો છે અને તેમાં કિલોમીટર પણ બચી રહ્યા છે.
પરંતુ ડીસા અમીરગઢ તરફના વાહન ચાલકોને નાછૂટકે પાલનપુર સીટી માંથી પસાર થઈને અંબાજી હાઈવે તરફ નીકળવું પડે છે તેવામાં બ્રિજના નિર્માણ કાર્યને વહેલી તકે પૂરું કરવા વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.
બ્રિજનું નિર્માણ કાર્ય કરનાર એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે ” નેશનલ હાઈવે ડિવિઝનના માર્ગદર્શનમાં હાલમાં ગર્ડર બનાવવાની તેમજ બ્રિજની ઉપરની ફિનિશિંગ વર્કની કામગીરી અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં બ્લોક મેળવીને અધુરી કામગીરી પૂરી કરાશે. તાજેતરમાં જિલ્લા કલેકટર દ્વારા તપાસ કરીને કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો.

