Gujarat

ગીરગઢડાના મોટા સમઢિયાળા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામીએ બાળકને સાધુ બનાવાના ઈરાદે બ્રેઈન વોશ કર્યાનો પરિવારનો આક્ષેપ

તારે હઠ રાખવાની કોઈ ગુરુકુળમાં આવવા ન દે તો તારે ખાવાનું બંધ કરી દેવાનું..

ગીરગઢડાના વડલી ગામના એક ખેડૂતે મોટા સમઢિયાળાના સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીના જનાર્દન સ્વામી બ્રેઈનવોશ કરાતા હોવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. ખેડૂતે પુત્રને ગુરુકુળમાં ધો.8માં મુક્યો હતો. પિતાનો આક્ષેપ છે કે ગુરુકુળમાં બ્રેઈનવોશને કારણે પુત્રએ ઘરની માયા મૂકી દીધી હતી. અને કોઈ પ્રસંગમાં પણ માંડ આવતો હતો. તેમણે કહ્યું, જનાર્દન સ્વામીએ આ કૃત્ય કર્યું હતું. તેમણે જ મારા પુત્રને સાધુ બનવાની પ્રેરણા આપી હતી. પુત્ર હંમેશા ગુરુકુળ પાછા જવાનીજ જીદ પકડતો હતો. તેને ના પાડવામાં આવે તો ઘરમાં ખાવા-પીવાનું બંધ કરી દેતો હતો. અને એકરૂમમાં પુરાઈ જતો હતો. તે સતત સ્વામીજી સાથે ફોન પર વાત કરતો હતો. અને પુત્રની વાતચીતનું રેકોર્ડિંગ સાંભળવા એક એપનો ઉપયોગ કર્યા પછી બધા સંવાદો મળતા ભાંડો ફૂટ્યો હતો.
બાળકના પિતા અશોકભાઈ રામજીભાઈ શિંગાળાએ જણાવેલ કે ગીરગઢડા તાલુકામાં આવેલા વડલી ગામમાં રહીને ખેતી કામ કરું છું. મારે સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. મારો પુત્ર શિક્ષણ સાથે ધર્મનું જ્ઞાન મેળવે તે માટે મોટા સમઢિયાળાના સ્વામિનારાયણ ગુરુકુળમાં ધો.8માં મુક્યો હતો. પુત્રે ધો.10 પૂરું કર્યા પછી હું તેને લેવા ગયો તો તેણે ઘરે આવવાની ના પાડી હતી. જ્યારે પણ ઘરે લઈ જવાની વાત આવે ત્યારે બહાના બતાવતો હતો. જો તેને રોકવામાં આવે તો ખાવા-પીવાનું છોડી દેતો હતો અને એકરૂમમાં પુરાઈ જતો હતો. એક દિવસ જનાર્દન સ્વામીનો ફોન આવ્યો કે,“આખી વાત કોઈને કહેશો તો તમારી અને ગુરુકુળની બદનામી થશે. આખરે મને શંકા ગઈ કે પુત્ર આવું વર્તન શા માટે કરે છે.
તપાસ કરતા ખબર પડી કે, જનાર્દન સ્વામીએ તેનું બ્રેઇનવોશ કર્યું હતું. પુત્રની નોટમાંથી મળેલા લખાણ પરથી જાણવા મળ્યું કે પરિવાર વિરુદ્ધ ઉશ્કેરી સાધુ બનવાની પ્રેરણા આપી હતી. એક નોટના પાનામાં તો એવું લખ્યું હતું કે, ‘આપણી લગામ પપ્પાના હાથમાં હોય છે. તેમાંથી છૂટવું હોય તો એના હાથ કાપી નાખવા પડે.’ આ બધુ વાંચીને હું ચોંકી ગયો હતો. પુત્ર ગુરુકુળમાં પાછા જવાની જીદ પકડીને બેસતો હતો. સ્વામીજીના રેકોર્ડિંગ પરથી એવું પણ સાંભળવા મળ્યું હતું કે, અહીં નાઈટ મેચ રમવાની મજા આવેને?”
પુત્ર સ્વામીના કહેવાથી ખાય! સ્વામી કહે, નહીં ખાવાનું.. તો નથી ખાતો!…..જયશ્રીબેન
વિદ્યાર્થીના માતા જયશ્રીબેન શિંગાળાએ જણાવેલ કે  મારો છોકરો મોટા સમઢિયાળા ગુરુકુળમાં ભણે છે. અને એણે સ્વામીનાં કહેવાથી અમારા ઘરમાં ક્યાય શાંતિ રહેવા દીધી નથી. મારા છોકરાનો મગજ જનાર્દન સ્વામીએ ટ્રોલ કરી લીપો છે. એ કહેતો નથી કે, એ અમારી પાસે સાબૂત છે. એ ઘરે ખાતો-પીતો નથી. સ્વામીના કહેવાથી ખાય છે, સ્વામી કહે કે, નહિ ખાવાનું, તો નથી ખાતો. વેકેશન પડયું અને અમે લેવા ગયા તો મારો છોકરો આવ્યો નહિ. પરાણે  લાવ્યા તો પાછી ગુરુકૂળ ભાગી ગયો હતો. પાછા લાવ્યા તો સ્વામીએ ફોનમાં કહી દીધું છે, તું ઘરે હું કહું એમ કરજે, અમારી પાસે સ્વામીનું લખાલ પણ છે.
ધર્મનો પ્રચાર સંતોનું કામ છે, એમાં બાળકને વૈરાગ્ય લાગે તો સંતો શું કરે ?’ 
આ બ્રેઈનવોશ નથી, બરાબર ? અહિીંયા તો ગુરુકુળ છે. અને આ તો ધાર્મિક સંસ્થા છે. આમા ધાર્મિક રીતે અને શૈક્ષણિક એમ બંને રીતે શિક્ષણ આપતું હોય છે. અને સંતો હિન્દુ ધર્મના પ્રચાર માટે તો છે દાખલા તરીકે બાલ સભાઓ લેતાં હોય અને એમાં વાતો કરતા હોય છે. હિન્દુ ધર્મનો પ્રચાર સંતોનું ખાસ કામ છે. એ બાબતે બાળકને વૈરાગ્ય લાગે અને સાધુ થવાનો સંકલ્પ થતો હોય તો એમાં સંતોય શું કરે અને હું પણ શું કરું ? એના મા-બાપ તો ગમે તે કહે, એ તો હું પણ કહ્યું છું, આમ નથી, બરાબર.. તો તમે કયા માનો છો ? અત્યારે સ્વામી બહાર જૂનાગઢ બાજુ ગયા છે.અને તે ખુલીને પ્રતિક્રિયા નથી આપતા એ એમનો પ્રશ્ન છે.