ન્યુદિલ્હી
ધાર્મિક સમાજમાં યુનિફોર્મ સિવિલ કોડ શક્ય નથી. આ બંધારણના મૌલિક અધિકારોથી વિપરીત છે. બોર્ડે સરકાર સમક્ષ માગણી કરી છે કે મુસ્લિમો પર યુનિફોર્મ સિવિલ કોડને ન થોપે, સાથે કહ્યું કે બળજબરીથી થતા ધર્માંતરણનો અમે વિરોધ કરીએ છીએ. મુસ્લિમ સમાજે પણ તેનો વિરોધ કરવો જાેઇએ. આ અધિવેશનમાં સરકાર સમક્ષ માગ કરવામાં આવી છે કે તે મહિલા સુરક્ષા કાયદો લાવીને તેનું સારી રીતે પાલન કરાવે. બોર્ડે કહ્યું હતું કે ઇસ્લામમાં પૈગંબર સાહેબ પર જાે કોઇ ખરાબ નિવેદન આપે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે. લઘુમતીઓ, દલિતો પર થતા અત્યાચારો અટકાવવા યોગ્ય પગલા લેવાની માગણી કરવામાં આવી છે. જાેકે બોર્ડ દ્વારા એક વિવાદિત ર્નિણય લેવાયો હતો, જેમાં મુસ્લિમ સમાજને અપીલ કરવામાં આવી છે કે આંતરધાર્મિક લગ્નોથી બચીને રહે કેમ કે તેનાથી સમાજમાં વિભાજન પેદા થાય છે અને તેનાથી સાંપ્રદાયિક સદભાવને પ્રભાવિત કરે છે. સાથે જ લો બોર્ડે પાકિસ્તાનમાં અમલમાં છે તેવો ઇશનિંદા કાયદો લાવવાની પણ માગણી કરી હતી.ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે યુનિફોર્મ સિવિલ કોડને લઇને નારાજગી વ્યક્ત કરી હતી અને તેનો વિરોધ કર્યો હતો. મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યોનું કહેવું છે કે યુનિફોર્મ સિવિલ કોડને મુસ્લિમ સમાજ ક્યારેય નહીં સ્વિકાર કરે. મદરસા દારૂલ તાલીમ અને સનઅત (ડીટીએસ) કાનપુરમાં ચાલી રહેલા બે દિવસના અધિવેશનના અંતિમ દિવસે બોર્ડે ૧૧ પ્રસ્તાવ પસાર કર્યા હતા. આ પ્રસ્તાવોમાં ધર્માંતરણ અને વક્ફ સંપત્તિઓને લઇને જે વિવાદો ચાલી રહ્યા છે તેનો પણ સમાવેશ કરાયો છે. બોર્ડે બળજબરીથી થતું ધર્માંતરણ અને અન્ય ધર્મમાં લગ્નનો વિરોધ કર્યો હતો. મીડિયાને જણાવતા બોર્ડના સભ્ય ડો. કાસિમ રસૂલ ઇલિયાસે અધિવેશન બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે બંધારણમાં દરેક નાગરિકને પોતાના ધર્મમાં આસૃથા રાખવાનો અને બીજાને તેના વિષે જણાવવાનો અધિકાર છે.


