ખેડા જિલ્લામાંથી આગામી દિવસોમાં હજ કમિટી દ્વારા હજ યાત્રીઓ હજ પઠવા જનાર છે.ખેડા જિલ્લા વેલ્ફર એન્ડ એજ્યુકેશન સોસાયટી તેમજ ખિદમત ગ્રુપ દ્વારા નડિયાદ અમીના હોસ્ટેલ ખાતે આજે ગુરુવારે સવારે હજ યાત્રીઓને હજની વેક્સિન તેમજ સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આરોગ્ય તંત્ર દ્વારા ૨૫૦ થી વધુ હજયાત્રીઓને વેક્સિન મૂકવામાં આવી હતી.

