Gujarat

ડાકણના વહેમમાં વૃદ્ધાને મોતને ઘાટ ઉતારનાર મહિલા આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે

પ્રાપ્ત માહિતી અનુસાર ડાકણના વહેમમાં વૃદ્ધાને મોતને ઘાટ ઉતારનાર મહિલા આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે… છોટાઉદેપુરના ખડખડ ગામે બે વર્ષ પૂર્વે ઘટના બની હતી…. પોતાની દીકરીનું કુદરતી મોત નિપજતા વૃદ્ધા હિંગળી રાઠવા ઉપર ડાકણ હોવાનો વહેમ હતો…
હિંગળી રાઠવા ડાકણ છે… અને એજ મારી દીકરીને ખાઈ ગઈ તેવો વહેમ રાખી વૃદ્ધા હિંગળી રાઠવાને પતાવી દેવાનું નક્કી કર્યું હતું…
34 વર્ષીય રંગલી કેમતા રાઠવાએ પાળિયાના આડેધડ ઘા કરી 65 વર્ષીય વિધવા વૃદ્ધા હિંગળી બેન ને મોતને ઘાટ ઉતારી દીધી હતી… મામલો કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે રંગલી રાઠવાને આજીવન કેદની સજા ફટકારી છે..
અંધશ્રદ્ધા ને લઈ વૃદ્ધા એ જીવ ગુમાવ્યો હતો.. સમાજમાં દાખલો બેસાડવા સરકારી વકીલ જે બી પુરાણીએ ધારદાર દલીલો કરી હતી… નામદાર ડિસ્ટ્રીકટ કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી હુકમ કર્યો હતો..