Gujarat

સફેદ રણ, રિન્યુએબલ એનર્જી પાર્ક, રોડ ટુ હેવન અંતરિક્ષમાંથી પણ દેખાઇ ગયા !

વિશ્વ વિખ્યાત કચ્છનું સફેદ રણ અંતરિક્ષમાંથી પણ અનોખુ તરી આવે છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી તાજેતરમાં કચ્છની અક તસવીર લેવાઈ છે. જેમાં કચ્છનું મોટુ રણ અને નાનુ રણ બન્ને દેખાઇ રહ્યા છે. મોટું રણ એકદમ સફેદ નજર આવી રહ્યુ છે.

આ તસવીરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર બની રહેલો દુનિયાનો સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક પણ સ્પષ્ટ જોઇ શકાય છે. તેની સાથે મીઠાંના અગરો, રોડ ટુ હેવન, ટપ્પર ડેમ, કાળો ડુંગર, છારી ઢંઢ, લૂણા ક્રેટર લેક સહિતના સ્થળો જોઇ શકાય છે.

શું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) એ એક વિશાળ અવકાશ સ્ટેશન છે. તેનો પ્રાથમિક હેતુ માઇક્રોગ્રેવિટી અને સ્પેસ એન્વાયર્નમેન્ટ પ્રયોગો કરવાનો છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ધરતીથી 400 કિલોમીટરની સરેરાશ ઊંચાઈ સાથે ભ્રમણકક્ષા જાળવી રાખે છે, માર્ચ 2024 સુધીમાં 22 દેશોમાંથી 279 અવકાશયાત્રીઓએ આ સ્પેસ સ્ટેશનની મુલાકાત લીધી છે.