Gujarat

દાંતા પંથકમાં ધીમીધારે વરસાદની શરૂઆત; આકાશમાં કાળા ડિંબાગ વાદળોના કારણે વરસાદ વધવાની શક્યતા

હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી રાજ્ય બનમાં કરવામાં આવી હતી. તેના થકી રાજ્યના અનેક જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી. ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. અમુક વિસ્તારોમાં ભારી પવન અને વરસાદના લીધે નુકસાન પણ સર્જાયું હતું. ખેડૂતોના પાકને પણ ભારી નુકસાન થયું હતું. જેના થકી ફરી એકવાર ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સતત ચાર દિવસથી વરસાદી માહોલ છવાતા ખેડૂતોના માટે ચિંતાની લકીરો ખેંચાય છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે. આકાશમાં વરસાદી વાદળો છવાતાં દાંતા તાલુકાના વિસ્તારોમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. દાંતા અને આજુબાજુ વિસ્તારોમાં ફરી આજે બપોર બાદ ધીમેદારે વરસાદની શરૂઆત થઈ હતી. દાંતા પંથકમાં સતત ચોથા દિવસે પણ વરસાદની શરૂઆત થઈ છે.

અંબાજી દાંતામાં ચાર દિવસથી વરસાદ આવતા આજે ચોથા દિવસે ફરી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. દાંતા પંથકમાં ફરી ધીમીધારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. દિવસભરની ગરમીના ઉકળાટ બાદ બપોરના સમયે કમોસમી વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હજી આકાશમાં કાળા ડિબાગ વાદળોના કારણે વરસાદ વધવાની શક્યતા સર્જાઈ રહી છે.