Gujarat

છોટાઉદેપુર ખાતે સરકારની વિવિધ યોજનાઓની સમિક્ષા કરતાં જિલ્લા પ્રભારી સચિવ પ્રવીણ સોલંકી

યોજનાકીય કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા પ્રભારી સચિવનો અનુરોધ
પ્રભારી સચિવ પ્રવીણ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લાના સંકલન અધિકારીઓની બેઠક યોજાઈ  છોટાઉદેપુર ખાતે જિલ્લાના પ્રભારી સચિવ પ્રવીણ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લાના સંકલન અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રભારી સચિવએ જિલ્લામાં અમલી વિવિધ યોજનાઓમાં થયેલ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા કરી હતી.
જિલ્લામાં પુરવઠા, વાસ્મો, એમ.જી.વી.સી.એલ., આરોગ્ય, પશુપાલન, ખેતી, શિક્ષણ, આઈ.સી.ડી.એસ., સહિતના વિભાગોની વિવિધ યોજનાઓમાં થયેલ કામગીરી અંગે પ્રભારી સચિવને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વાકેફ કરવામાં આવ્યા હતા.
પ્રભારી સચિવએ જિલ્લામાં બાકી રહેલ પ્રશ્નો અને વિવિધ યોજનાઓની સમીક્ષા કરીને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે બાકી રહેલ યોજનાકીય કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નિવાસી જિલ્લા કલેકટર શૈલેશ ગોકલાણી સહિત સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.