Gujarat

ઉનાના સીમર ગામમા શિવકથાના છઠ્ઠા દિવસે કથાકાર રાજુબાપુએ વ્યાસપીઠ ઉપરથી કોળી ઠાકોરની લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારતા કોળી સમાજમાં રોષ… નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોંધાય… હાલ ચાલુ કથા બંધ થઈગઇછે…

ઉનાના સીમર ગામે ગઇકાલે સીમર ગામે હિંગરાઇ ધામ યોજાયેલ શિવકથાના છઠ્ઠા દિવસે રાજુબાપુ દ્વારા એ અહીં પ્રેમ લગ્નનું ઉદાહરણ આપવામાં આવ્યુ હતું. જેમાં આ કથાકાર અમરેલીના જીલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામના રાજુબાપુ એ સીમર ગામે શિવકથામાં વ્યાસપીઠ પરથી એવું એક ઉદાહરણ આપી રહ્યાં છે કે કોળી અને ઠાકોર સમાજને નીચ કુળના ગણાવે છે કે કોળી નીચ કુળમાં સારો વિચાર નથી, જે કુળમાં  સંસ્કાર હોય, એટલુજ નહિ વધુમાં તેણે એવું પણ કહેલું કે નીચ કુળની સ્ત્રી સાથે લગ્ન કરો અને તેનું સંતાન થાઇ તેમાં શું હોય, વણશંકર પ્રજાનો અર્થ થાય નીચ કુળમાં જન્મેલા સંતાન, નીચ કન્યાથી જન્મેલા સંતાન, નીચ પરિવાર થી જન્મેલા સંતાન જેવા શબ્દનો ઉપયોગ કરી  રાજુબાપુ વ્યાસપીઠ બોલી રહ્યાં છે.
જે કોળી- ઠાકોર સમાજની લાગણી દુભાય તેવા ધૃણાસ્પદ કૃત્ય કરી બિભત્સ શબ્દોનું ઉચ્ચાર કરી જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે સુલેહ શાંતિની ભંગ થાય તેવું કૃત્ય કરી સમાજની લાગણી દુભાય હોય કેટલા અંશે યોગ્ય કહેવાય. આવા કથાકાર રાજુબાપુ સામે કોળી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. આવા કથાકાર બીજી જ્ઞાતિને એટલે કે ઠાકોર  અને કોળી જ્ઞાતિને નીચ કુળના ગણાવી રહ્યાં છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થયેલ અને કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કથાનું ચેનલનાં લાઈવ પ્રસાર થઇ રહ્યું હતું. અને આવી રીતે કથાકાર વ્યાસપીઠ પરથી સમાજને લાગણી દુભાય તેવા શબ્દોનો ઉચ્ચાર કરનાર સામે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં હિન્દુ યુવા સંગઠન ભારત ગીર સોમનાથ જિલ્લા અધ્યક્ષ મહેશભાઈ બારૈયા એ ફરિયાદ નોંધાવતા પોલીસે આ કથાકાર સામે આગળની વધુ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે કથાકાર રાજુબાપુ એ શિવકથામાં વ્યાસપીઠ પરથી જે કોળી ઠાકોર સમાજ વિરુદ્ધ બોલ્યા તે બાબતે માફી માંગી હતી. અને કહે છે કે મારાથી ભુલ થઈ ગઈ છે તેવા વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરેલ જોવા મળેલ હતો.