બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે ફરજની સાથે વાહનચાલકો અને રાહદારીઓને મેંગો શરબતનું વિતરણ કર્યું
43 ડી.ગ્રી તાપમાન વચ્ચે લોકો ને ઠંડક મળી રહે તે માટે જીલ્લા ટ્રાફીક PSI કલ્પેશ પટેલ અને તેમની ટીમનું પ્રસશંનીય કાર્ય…
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું જોવા મળ્યું. હાલ સમગ્ર રાજ્યમાં હિટવેવને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યના અનેક એવા જિલ્લાઓમાં હાલ 42થી લઈ અને 43 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે છે. જ્યારે બોટાદ જિલ્લામાં પણ 42 ડિગ્રી જેટલું તાપમાન છે. ત્યારે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ફરજના ભાગરૂપે જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાની કામગીરી કરતા હોય છે. જે અંતર્ગત બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના પી.એસ.આઇ કલ્પેશ પટેલ દ્વારા આજરોજ બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ ચોક ખાતે મેંગો શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું.
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના કલ્પેશ પટેલ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ ટી.આર.બી જવાનો દ્વારા જ્યોતિગ્રામ સર્કલ પાસેથી પસાર થતાં ટુ વ્હીલર, રીક્ષા, ટ્રેક્ટર સહિતના વાહન ચાલકો તેમજ પસાર થતાં રાહદારીઓને મેંગો શરબત પીવળાવી અને તેમને ગરમીમાંથી રાહત મળે તેવા આશ્રય સાથે મેંગો શરબત પીવડાવવાનું સુંદર આયોજન કર્યું હતું. આ મામલે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના પી.એસ.આઇ કલ્પેશ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, પોલીસ તરીકે અમારી ફરજ હોય અને આ ફરજના ભાગરૂપે આ ગરમીના માહોલમાં પણ અમે કામ કરી રહ્યા છીએ ત્યારે સાચા અર્થમાં અમને ગરમીનો જે અહેસાસ થાય છે જેના ભાગરૂપે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને પણ ગરમી થતી હોય તેને લઈ થોડા અંશે પણ તેમને રાહત થાય તેના માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને મેંગો શરબત પીવડાવવાનો વિચાર આવેલ. જે અંતર્ગત આજરોજ અહીંથી પસાર થતાં વાહનચાલકોને મેંગો શરબત પીવડાવેલ છે.પોલીસ ની આ પ્રસંશનીય કામગીરી ને લોકો એ ભારે બિરદાવી હતી..

આ સૌરાષ્ટ્ર કાઠીયાવાડની ભૂમિ છે કે જ્યાં લોકો પાણીના પરબ બંધાવે છે:કલ્પેશ પટેલ,જીલ્લા ટ્રાફીક PSI-બોટાદ
બોટાદ જીલ્લા ટ્રાફીક પી.એસ.આઈ. કલ્પેશ પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે ગરમીના માહોલ વચ્ચે જ્યારે અમે લોકોને શરબત પીવડાવતા હતા ત્યારે ખૂબ આનંદ થતો, કારણ કે આ સૌરાષ્ટ્ર કાઠીયાવાડની ભૂમિ છે કે જ્યાં લોકો પાણીના પરબ બંધાવે છે અને સદાય સેવાવ્રત ચાલતા હોય છે. ત્યારે લોકોની આ સેવા કરી આજે પોલીસ તરીકે અમને ખૂબ આનંદ થાય છે અને લોકો ને આ ઉંચા તાપમાન વચ્ચે વાહનચાલકો અને રાહદારીઓને મેંગો નું શરબત પીવડાવી અમને વિશેષ આનંદ થયો છે

