Gujarat

જેતપુરમાં પ્રેમિકા અને પરિવારજનોના ત્રાસથી યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

પોલીસે  દૃષ્પ્રેરણ કરી મોત નીપજાવનાર તમામ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડેલ
જેતપુરના દરબારગઢ ચોકમાં રહેતા 33 વર્ષીય યુવાને પ્રેમીકાના પરિવારજનોના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો તેને લખેલી સ્યુસાઈટનોટના આધારે પોલીસે આ મામલે બે મહિલા બે બાળકો સહિત 7 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં પાંચની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે બે બાળકોને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.જેમાં 5 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા જેમાં 1દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
બનાવની વિગત મુજબ તા.19 મે ના રોજ સવારે જેતપુરના દરબારગઢ વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય જયેશ સોરિયા નામના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જયેશે આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઈટ નોટ મળી આવી હતી જેમાં આપઘાત પાછળનું કારણ જયેશની પ્રેમીકાના પરિવારજનોના ત્રાસથી કંટાળી તેને આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. આ મામલે જયેશના પત્નીએ  કિરણબેનએ ફરિયાદ નોંધાવતા હીનાબેન દિલીપભાઈ ડાભી, સાથે જયેશને અનૈતિક સંબંધ હોય જેથી તેમની મૃતક ની પત્ની સાથે છૂટાછેડા લેવા તેમજ મૈત્રી કરાર કરવા દબાણ કરતા હોય તેમ જ દિલીપ બાબુભાઈ ડાભી,અને ચેતન જયંતીભાઈ ખસિયા મૃતકને અવારનવાર સાક ધમકીઓ આપી મૃતકનો મોબાઈલ ગીરવે મૂકી દઈ તેમજ મૃતક જયેશ સોરીયા પાસેથી 10 થી 15 લાખ રૂપિયા લઇ લીધેલ તેમજ વધુ રૂપિયાની માંગણી માટે મૃતકને ધમકી આપતા માનસિક ત્રાસ આપવાના કારણે મજબૂર થતા મૃતકે સુસાઇડ કરેલ. પોલીસે આરોપી દિલીપભાઈ ડાભી, દિલીપ બાબુભાઈ ડાભી રહે.જેતપુર તેમજ, રાધિકાબેન ચેતનભાઇ ખસિયા, ચેતન જયંતીભાઈ ખસિયા, મનોજ ગીરીશભાઈ પરમાર રહે.ગોંડલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર તેમજ બાળ કિશોરી સામે આઇપીસી કલમ 306,384,389,114 મુજબનો ગુનો નોંધી આરોપીઓને જેતપુર કોર્ટમાં હાજર કર્યા હતા જેમાં કોર્ટ એક દિવસના જામીન મંજૂર કર્યા હતા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બંને બાળકોને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલવામાં આવ્યા હતા.