Gujarat

જેતપુરમાં સ્લેબ તોડતાં સર્જાયેલી દુર્ધટનામાં એકનું મોત

જેતપુરમાં બળદેવધાર વિસ્તારમાં પોતાના મકાનનો સ્લેબ તોડવાની કામગીરી યુવક કરી રહ્યો હતો તે વેળાએ  સ્લેબ ધરાશાયી થતા નીચે દટાયા જતા જેમાં યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયું હતુ. પોલીસે તપાસ હાથ ધરી હતી
બનાવની વિગત મુજબ જેતપુરના પોરબંદર નેશનલ હાઇવે પાસે આવેલ બળદેવ ધાર વિસ્તારમાં આજે 5 વાગ્યા આસપાસ મકાન માલિક પોતાના હાથે ડ્રિલ મશીન લઇ સ્લેબ તોડી રહ્યા હતા એ દરમિયાન સમગ્ર કાટમાં નીચે આવતા પ્રકાશ આંબાભાઈ ધોરાળીયા ઉ.વ.40 નું નીચે દટાઈ જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ, નગરપાલિકની ટીમ,તેમજ મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા હતા. મકાનના સ્લેબ નીચે દબાયેલા યુવકને ક્રેનની મદદથી બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. જ્યાં હોસ્પિટલના હાજર પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો જેતપુર ઉદ્યોગ નગર પોલીસે તપાસ હાથ ધરી હતી