Gujarat

રાજકોટ રેન્જ આઈજીએ જામનગરમાં જુદા-જુદા પોલીસ મથકોની મુલાકાત લીધી

જામનગર શહેરની મુલાકાતે સોમવારે રાજકોટ રેન્જ આઈજી આવ્યા હતા. તેમણે અલગ અલગ પોલીસ મથકોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષાઓ કરી તેમજ એસપી સહિતના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓને પ્રશસ્તીપત્ર આપી સન્માનિત કર્યા હતા.

જામનગરની મુલાકાત આવેલા રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સોમવારે બપોરના સમયે આવી પહોંચતા એસપી ઓફિસ ખાતે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કર્યું હતું.

તેમજ ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા અલગ અલગ પોલીસ મથકોની મુલાકાત લઈ સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ હેડકવાર્ટર ખાતે ચાલતી કામગીરીની પણ તેઓએ સમીક્ષા કરી હતી.

આ પછી આઈજી દ્વારા એસપી ઓફિસ ખાતે એસપી પ્રેમસુખ ડેલુ સહિત પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ કામગીરી બદલ પ્રશસ્તીપત્ર આપી તેમના કામને બિરદાવવામાં આવ્યા હતા.