કેદારનાથ ધામના કપાટ 10 મેના ખોલવામાં આવ્યા ત્યારથી, સમગ્ર ભારત અને વિદેશમાંથી 1.83667 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી. ધસારાને કારણે યાત્રાના રૂટ પર ટ્રાફિક જામ સર્જાયો. ધાર્મિક ભાવ સાથે હજારો ભક્તો ત્યાં પહોંચવા અનુકૂળ ન હોય તેવા વાતાવરણ વચ્ચે પણ યાત્રા સંપન્ન કરે છે.
કચ્છમાંથી પણ ઘણા ત્યાં જતા હોય છે તેમાંનું એવું એક ભુજ થી 38 લોકોનું ગ્રુપ દર્શન માટે ગયું હતું જે વિકટ પરિસ્થિતિમાં પણ દર્શન કરી સુખરૂપ ભુજ પહોંચતા તેમની સાથે વાત કરતા થોડા રહસ્યમય બનાવો જાણવા મળ્યા.
કેદારનાથ જનારા પ્રવાસીઓને ઘણા બધા સારા-ખરાબ અનુભવ થાય છે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ ટ્રાફિક પ્રવાહનું સંચાલન કરવા સક્રિય પ્રયત્ન છતાં યાત્રાળુઓની વધુ સંખ્યાને કારણે માર્ગમાં વિવિધ સ્થળોએ જામ સર્જાયો, ખાસ કરીને બ્યુંગગઢ, ફાટા અને જામુ જેવા વિસ્તારોમાં. મંદિર સુધી પગે ચાલીને પહોંચવામાં જે તકલીફ પડે છે તેના ઉપરાંત લોકોની ભીડ સરકારી વ્યવસ્થા ખોરવી નાખે છે.
ભુજથી મલ્હાર કેમ્પિંગમાં જોડાયેલ આશિષ ભાઈ ગોહિલ અને એમનો પરિવાર કહે છે કે અમારી ટેમ્પો ટ્રાવેલર્સમાં કોઈ ટેકનિકલ ખામી ઊભી થતાં એને સર્વિસ કરાવવા માટે સર્વિસ સ્ટેશન શોધવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યા પરંતુ, માત્ર ગંગા જલ નાખ્યા પછી વગર સર્વિસે ગાડી દિલ્હી સુધી પહોંચી આવી. જે રહસ્યમય બની રહ્યું. બીજો એક સાહસિક અનુભવ ચિત્રાબેન ચૌધરીનો રહ્યો કે, એની 17 વર્ષની દીકરી ભૂમિ બંને સાથે કેદારનાથ પદયાત્રા ચાલુ કરી.
ચિત્રાબેનને મન માં હતું કે હું નહિ જ કરી શકું, પરંતુ એમની દીકરીએ છેલ્લે સુધી સાથ આપ્યો અને જ્યારે ઉપર પહોંચ્યા ત્યારે બંને એક બીજા ને ભેટી ને રડી પડ્યા અને સામે કેદારનાથ મંદિર જોઈ ને ‘ભૂમિ બોલી ઉઠી કે મા આપણે પહોંચી ગયા’. સુરક્ષિત યાત્રા માટે કેતન ગોસ્વામી જણાવે છે કે, કેદારનાથ નું આયોજન કરવું એક સાહસ ખેડવા જેવું છે કારણ કે કેટલું પણ જીણવટભર્યું આયોજન કરો પરંતુ પરિસ્થિતિ સામે આવે ત્યારે એની સામે શું પગલાં લેવા અને એનો સામનો કરવા માટે પ્રવાસી ઓ ને કેવી રીતે તૈયાર કરવા એ ખૂબ જ મહત્વ નો ભાગ ભજવે છે.

