હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા ઉલ્લેખનીય છે કે, ગરમીનો પારો સતત વધી રહ્યો છે.
ડીસા સહીત મોટા ભાગના વિસ્તારમાં રવિવારે મહત્તમ તાપમાન 45 ડિગ્રી આસપાસ રહ્યું હતું. ત્યારે આજે પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, જિલ્લાનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે. જેમ જેમ દિવસ પસાર થશે તેમ દેહ દઝાડતી ગરમી પડશે.

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા હિટ વેવ ની શક્યતાઓ દર્શાવવામાં આવેલી છે બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે પાલનપુર ડીસા સહિત 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બપોરે 1 થી 2:00 વાગ્યાના વચ્ચે જોવા મળ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં મહત્વનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતાઓ દર્શાવી છે. ભારે ગરમીના કારણે પાલનપુર આબુ નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર ઓછી જોવા મળી હતી.

